મોક્ષ મારગે અનુવૃત્તિ, શબ્દ ઘણો મહાન રાખો એવા સંતની, જેને મળ્યા ભગવાન ૭/૧૦

મોક્ષ મારગે અનુવૃત્તિ, શબ્દ ઘણો મહાન;
રાખો એવા સંતની, જેને મળ્યા ભગવાન..૧
અખંડવૃત્તિ કરતા, અનુવૃત્તિ કઠિન;
ધાર્યુ સર્વે મુકવા, થવુ પડે બહુ દીન..૨
દીનાધિન રહેવું તે, કપરુ કામ ગણાય;
સ્વતંત્ર રહેતા સહુને, હરખ ઘણો જણાય..૩
ધાર્યુ બીજાના મનનું, કરવું પડે સદાય;
તે તો સાચા નિર્માની, ખપવાળાથી થાય..૪
અનુવૃત્તિમાં આપણે, રહેવું સદા હરખાય;
મારી પોતાના મનને, સેવો સંત સદાય..૫
મનની અનુવૃત્તિમાં, લોકો હજારો હોય;
સંતની અનુવૃત્તિમાં, રહે છે વિરલા કોય..૬
એવા વિરલા વાલાને, અતિશે વ્હાલા હોય;
વાલો મારો શ્રીહરિ, રહે છે તેને જોય..૭
અનુવૃત્તિવાળા ઉપરે, રાજી હોય ભગવાન;
જેણે સાચા ભાવથી, સર્વે કર્યુ કુરબાન..૮
કર્મવશ તો સહુ સહે, આપત્તિ અનરાધાર;
અનુવૃત્તિમાં જે રહે, ધન્ય ધન્ય તે નરનાર..૯
જ્ઞાનજીવન સત્સંગમાં, રહેવું સદાયે દાસ;
રક્ષા થાયે આપણી, આવે ન માયા પાસ..૧૦/૭૦

મૂળ પદ

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી