તન મનનો દાસ થઇ, રહે છે પોતે ખાસ તેમાં દુઃખ વેઠે ઘણું, થાય ન સંતનો દાસ ૮/૧૦

તન મનનો દાસ થઇ, રહે છે પોતે ખાસ;
તેમાં દુઃખ વેઠે ઘણું, થાય ન સંતનો દાસ..૧
સંત સાથે તો ઇર્ષા, કરે છે દિવસ-રાત;
અભાગી એવા જનની, સાંભળશો નહિ વાત..૨
મન કહે તેમજ કરે, સંતનું માનેં નહીં;
ધાર્યુ કર્યા વિના એ, કદિ ન શકે રહી..૩
મનમુખી વર્તનથી, કોઇ ન સુખી હોય;
સારા સમજુ થઇને, લોપોમાં આજ્ઞા કોય..૪
પ્રીતિ પંચવિષયમાં, રાખોમાં કોઇ જન;
આજ્ઞા લોપ કરાવશે, પાડશે મોટુ વિઘન..૫
પંચ વિષયની વાસના, મહાદુઃખ કરનાર;
રહેવા ન દે વચનમાં, ખેંચીને કાઢે બાર..૬
મુકી મનન માયાનું, મોહનનું કરો મનન;
મનોહર મૂર્તિ માવની, સદાય રાખજો મન..૭
વિષય વ્હાલા કરશો માં, વિષય શું રાખો વેર;
વિષય વિઘન પાડીને, કરશે કાળો કેર..૮
હરિજનને માર્ગે, જેહને જાવું હોય;
તેને વિષય ત્યાગવા, ઊંડુ વિચારી જોય..૯
જ્ઞાનજીવન આ વિોંેંમાં, વિષયી ગોથા ખાય;
વિષય ભોગવી ભોગવીને, જમપુરીમાં જાય..૧૦/૮૦

મૂળ પદ

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી