હરિ અક્ષર પર છે, સ્વામી સહજાનંદ પોતે પૂરણ બ્રહ્મ છે, કોટી બ્રહ્માંડ કંદ ૯/૧૦


હરિ અક્ષર પર છે, સ્વામી સહજાનંદ, પોતે પૂરણ બ્રહ્મ છે, કોટી બ્રહ્માંડ કંદ..૧
પતિત પાવન પાતળો, પાપ પાવક પરબ્રહ્મ;
પ્રેમે પૃથ્વી પધાર્યા, પ્રીતમ પુરુષોત્તમ..૨
સુખનો સાગર શ્રીહરિ, સત્ય સંકલ્પ શ્યામ;
શ્રીજી સ્નેહી સહુના, સુખદાતા સુખધામ..૩
તપસ્વી મૂર્તિ તેજે ભરી, ત્રિકમ તારણહાર;
તાપ ટાળ્યા ત્રિલોકના, તાર્યા જીવો અપાર..૪
અક્ષરાધાર અવિનાશી, અનંત આશ્ચર્યકાર,
અઘહર શ્રી અલબેલડો, ઐોંેંર્ય અખિલાધાર..૫
શ્રીજી સ્નેહે સંતને, સાચવે છે સદાય;
સ્મરણ કરતા સહુને, સ્વામી છે સુખદાય..૬
સ્વામી સહજાનંદજી, સર્વોપરિ ભગવાન;
ધર્મભકિતસુત હરિનું, વેદો કરે છે ગાન..૭
માયા છોડાવી જીવને, આપે પળમાં ધામ;
સર્વ કારણ કારણ છે, સમર્થ શ્રી ઘનશ્યામ..૮
જે જે આવ્યા શરણે, તેનો કર્યો ઉદ્ધાર;
ટાળી પાપ સંતાપને, પળમાં ઉતાર્યા પાર..૯
જ્ઞાનજીવનએ મૂર્તિને, ભજજો ડાહ્યાં થઇ;
ના ભજ્યા તો જીન્દગી, સર્વે પાણીમાં ગઇ..૧૦/૯૦

મૂળ પદ

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી