થોડે પુણ્યે ના મળે, સ્વામી સહજાનંદ મળતા એને થઇ જાય, અતિ ઘણો આનંદ ૧૦/૧૦

થોડે પુણ્યે ના મળે, સ્વામી સહજાનંદ;
મળતા એને થઇ જાય, અતિ ઘણો આનંદ..૧
સભાગીયા ભજે હરિ, અભાગીયા તો કુટાય;
આશ્રય વિના કોઇદિ', માયા નહિ મુકાય..૨
આશરો ખરો આધાર છે, આશરો છે સુખરૂપ;
આશરો પાર ઉતારશે, આશરો જાણો અનુપ..૩
નિષ્ઠા સાચી રાખતા, રાજી થાય ઘનશ્યામ;
નિષ્ઠાવાળા ભકતના, સર્વે કરે છે કામ..૪
હરિનો વિોંેંાસ જોઇએ, ભકત હૈયે ભરપુર;
વિોંેંાસીને વશ થઇને, માયા કરે છે દુર..૫
કર્તા એક શ્રીજી છે, જાણો મા બીજા કોઇ;
અકર્તા થઇ આપણે, રહેવું મૂર્તિ જોઇ..૬
મોટો આનંદ પામવા, મંડી પડો દિનરાત;
આદરો અખંડ દાખડો, બીજી મા કરો વાત..૭
સ્વામી સહજાનંદજી, દયા કરી અપાર;
આપ્યો માનવ દેહને, ઉતરવા ભવ પાર..૮
મુકી વિષયવાસના, ભાવે ભજો ભગવાન;
આળસ પ્રમાદ મુકીને, કરવા હરિ ગુણ ગાન..૯
જ્ઞાનજીવનને અંતરે, રાજી કરવા આશ;
લખી દોહા એકસો, સમર્પુ અવિનાશ..૧૦/૧૦૦

મૂળ પદ

શ્રીજી સમરી ચિત્તમાં, વંદી વારમવા

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી