લાગે શ્રીજી તારું સુખ પ્યારુ પ્યારુ તમે આપો છો વાલીડા એકધારુ ૨/૨

લાગે શ્રીજી તારું સુખ પ્યારુ પ્યારુ, તમે આપો છો વાલીડા એકધારુ,
હવે માયાનું સુખ મને ના ફાવે ના ભાવે...
હું તો પ્રગટ તમને હૈયે ધારુ, હું તો પ્રગટને પળ ના વિસારુ,
હવે પરોક્ષ ભકિત મને ના ફાવે ના ભાવે...ટેક
તમે મળીયા પ્રગટ પ્રમાણ, હું તો પ્રગટની થઇ છું વેચાણ;
મારી પ્રગટ છો હાંરે, ભેટું ચુમું વારે વારે;
હવે પ્રગટ વિના મને ના ફાવે ના ભાવે...લાગે૦ ૧
કોઇ પામે છે પત્ર પીયુનો, પીયુ વિના તો સુખ કાંઇ નાવે;
તમે મળ્યા છો પ્રગટ, તમે દયા કરી ઝટ;
હવે પ્રગટ સુખ વિના ના ફાવે ના ભાવે..લાગે૦ ૨
જ્ઞાનજીવન હું તમારી દાસી , હું તો પ્રગટ પ્રેમની પ્યાસી;
પ્રગટ ચેતનમૂર્તિ સાથે, રહું રોમે રોમ સાથે;
હવે જડ સાથે મને ના ફાવે ના ભાવે...લાગે૦ ૩

મૂળ પદ

જાણું માણું તારું સુખ ન્યારુ ન્યારુ

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી