આ રત્ય રૂડી રંગ રમ્યાની, લાજ ભર્યા કેમ રૈયે;૨/૧૦

 પદ ર/૧૦ ૩૨૧

આ રત્ય રૂડી રંગ રમ્યાની, લાજ ભર્યા કેમ રૈયે;
લાજ તજી લક્ષ્મીવર ભજીએ, તો મહાસુખિયા થૈયે.              ટેક.
વસંતરત્યેં વનવેલી ફૂલી, મોર્યો અંબ મોરારિ;
રસિયા સંગ રમવા તતપર થા, શું બેઠી છો હારી.                 ૧
અબિર ગુલાલ અરગજા કુંમકુંમ, સંચ્ય લીયો અલબેલી;
નંદનંદશું ખેલ કરીશું; કુલ મરજાદા મેલી.                           ર
રસિકરાય સંગ જે કોઇ રમશે, તેહના તે ભવદુઃખ વામે;
મુક્તાનંદના નાથને મળતાં અખંડ એવાતન પામે.               ૩
 

મૂળ પદ

ચાલ્‍ય ચાલ્‍ય સખી સુંદર વર સાથે રંગભર રમીયે હોળી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી