ચાલ્ય ચાલ્ય સખી શ્રીવૃંદાવનમાં વાટ જુવે છે વનમાળી, ૪/૧૦

પદ ૪/૧૦ ૩૨૩
 
ચાલ્ય ચાલ્ય સખી શ્રીવૃંદાવનમાં વાટ જુવે છે વનમાળી,રસિયોવર રમવા ત્યાર થયા છે, પ્રેમશું પલવટ વાળી. ટેક.
રંગમા રોળી આલિંગન કરશે રસિયો રાસવિહારી,હેત કરી હસી સામું જોશે, થૈ રેસ્યું જગથી ન્યારી. ચાલ્ય ૧
જેનો કર ઝાલે શામલિયો, તેને તે ન રહે ખામી,અખંડ સુહાગણ્ય થાશું સજની પુરુષોત્તમ વર પામી. ચાલ્ય ર
આ અવસર છે અલૌકિક સજની વારમવાર ન આવે,મુક્તાનંદનો નાથ રસિલો હરિ, હસી સહુને બોલાવે. ચાલ્ય ૩ 

મૂળ પદ

ચાલ્‍ય ચાલ્‍ય સખી સુંદર વર સાથે રંગભર રમીયે હોળી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી