મન તું કરીજો વિચાર જગમાં જોયો તે ક્યાં સાર મન તું કરીજો ૧/૧

મન તું કરીજો વિચાર, જગમાં જોયો તે ક્યાં સાર…. મન તું કરીજો 1

જગત ભરપુર ભાસતું રે, એમાં રંગરૂપ અપારજી
દિપક જ્યોત સોહામણી, જોઇ પતંગ મરતા ખ્વાર..... મન તું કરીજો 2

સુંદર મનહર કમળભાળી, ભ્રમર કરતા ગુંજારજી;
મધુકરો નિજ પ્રાણ ખોત, કમળદળ મોઝાર..... ……. .મન તું કરીજો 3

રૂપે રંગે શું લોભાણો, મુરખ મૂઢ ગમારજી
સ્વપ્ન સમ આ જગત ભાસે, ચાંદની દિન ચાર.............મન તું કરીજો 4

મોહ માયામાં ઘેરાણો, ધન દોલત પરિવારજી;
અંતે એમાં કોણ તારૂં, સ્વાર્થનો સંસાર..... …………….મન તું કરીજો 5

કાળ અચાનક આવશે, નહીં જુવે સાંજ સવારજી
મનમોહન ઘનશ્યામ સંગે, રાખજે તું પ્યાર..... ………..મન તું કરીજો 6


મનવા તું વિચારીજો ક્યાં જોયો તે સાર
મનમોહન ઘનશ્યામથી, નિત્ય કરીલે પ્યાર.


સં. 2005 ચૈત્ર શુદ - 14 મંગળવાર મુ. રાજકોટ

મૂળ પદ

મન તું કરીજો વિચાર

મળતા રાગ

કર મન ભજનનો વેપારજી

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી