કંઇ પેરના કામણ તમે કીધા, ગુણવંત ગિરધારી;૮/૧૦

પદ ૮/૧૦ ૩૨૭

 કંઇ પેરના કામણ તમે કીધા, ગુણવંત ગિરધારી;
 મનડું મારૂં ધિરજ ધરે નહિ, અળગુ દેવમુરારિ.  ટેક.
 આંખ્યનો ફરુકડોં થાય જુગ જેવો, તમથી તે અળગું રે'તા;
 જેવુ મન તલપે મળવાને, તેવુ તે નવ બને કે'તા.  કંઇ ૧
 અસત્‌ જગતની આશ તજિને, લે તમ સાથે લાગી;
 તમ વિન કાંઇ ગમે નહિં બીજું, ભ્રમણાં તે સર્વ ભાગી.  કંઇ ર
 નેણ વેણ અતિ કામણગારા, મોરલી તે કામણગારી;
 મુક્તાનંદ કહે મોહ પમાડિ વશ કીધી વ્રજનારી.  કંઇ ૩

મૂળ પદ

ચાલ્‍ય ચાલ્‍ય સખી સુંદર વર સાથે રંગભર રમીયે હોળી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી