ધન્ય ધન્ય ભાગ્ય આપણા સજની, પુરુષોત્તમ સંગ પ્રીત્ય થઇ;૯/૧૦

પદ ૯/૧૦ ૩૨૮
ધન્ય ધન્ય ભાગ્ય આપણા સજની, પુરુષોત્તમ સંગ પ્રીત્ય થઇ;
રસિકરાય સાથ ફાગ રમીને, દુબધ્યા દુરમત્ય દુર ગઇ. ટેક.
રંગનો રસિયો ઉર વસિયો, સુંદર શ્યામ સુહાગી;
ડગમગતું મન થીર થયુ સજની, ભવની તે ભાવટ્ય ભાંગી. ધન્ય ૧
એ સાથે મન વળગ્યું સજની, ક્ષણુ એક અળગું ન થાયે;
સુખડું અલૌકિક સુંદરવરનું, કહું પણ કહ્યું ન જાયે. ધન્ય ર
બ્રહ્માનંદ થયો આ ભવમાં, પુરુષોત્તમ વર પામી;
મુક્તાનંદના નાથને મળતાં, સકલ વેદના વામી. ધન્ય ૩

મૂળ પદ

ચાલ્‍ય ચાલ્‍ય સખી સુંદર વર સાથે રંગભર રમીયે હોળી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી