રંગભીનો ખેલે શામરો હો, ૧/૪

પદ ૧/૪ ૩૩૫
રાગ : ધમાર
રંગભીનો ખેલે શામરો હો, હાંરે શામરો રિ નિજ જન કાજ દયાલ. ટેક.
શ્રી પુરુષોત્તમ પ્રગટ ભયે હેં, કરન અધમકો ઉધાર,
જાકું જાન અજાન મિલત જન, પતિત હોંત હેં ભવપાર. રંગભીનો ૧
નવરંગી કેસર રંગ ઘોર્યો, નિજ જન ચરચે શામ,
શ્રવણ કિરતન સુમરન હરિ પદ, સેવત સરે સબ કામ. રંગભીનો ર
અરચન વંદન દાસ સખાપન, આતમ અર્પણ કીન,
નવધા પ્રેમ લક્ષણા કરીકેં, હરિ સંગ રહત લે લીન. રંગભીનો ૩
રંગમે શામ સખા ભીને, અરસ પરસ એકતાર,
ગોપી ગ્વાલ એહિ રંગ રસબસ, હરિ સંગ કરત વિહાર. રંગભીનો ૪
ધન્ય ધન્ય ગોકુલ ધન્ય વૃંદાવન, ધન્ય યહ ખેલનહાર,
મુક્તાનંદ મીલે મોહન સંગ, તિનકે હૈ ભાગ્ય અપાર. રંગભીનો પ

મૂળ પદ

રંગભીનો ખેલે શામરો હો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી