હરિજન સંગ હોરી ખેલીય હો હાંરે, ખેલીયેરિ જીનસે કટત ભવફંદ૨/૪

પદ ર/૪ ૩૪૪
હરિજન સંગ હોરી ખેલીય હો હાંરે, ખેલીયેરિ જીનસે કટત ભવફંદ. ટેક.
અતિ શુદ્ધ ભાવસે સત્સંગ કરના તજના તન અભિમાન;
શ્રીઘનશ્યામકે શરન સૌ સબઉ દેખે ન દેવ સમાન. હરિજન ૧
કામ ક્રોધ મમતાકું તજકે હોના દાસ કે દાસ;
હરિજન સો છલ છિદ્ર ન રાખત, તબહી રીજત અવિનાશ. હરિજન ર
અપનો ધર્મ રાખીકે અતિ દ્રઢ સેવન સંત સમાજ;
વિમુખ અધર્મિકો સંગ ત્યાગત તબહી હોવત સબકાજ. હરિજન ૩
હરિજન હિત અપનો સરવસ અર્પન કરત હે જોઇ;
તાકે ઉર હરિ અખંડ રહત હે તેહિ સમ ઓર ન કોઇ. હરિજન ૪
યુ સંતન સંગ હોરી ખેલત, સબહિ કુમતિ જરી જાત,
મુક્તાનંદકો પ્રભુ સુખસાગર ઉરમે બસત સાક્ષાત. હરિજન પ

મૂળ પદ

સંતન સંગ હોળી ખેલીયે હો હાંરે ખેલીયેરી જાસે મિટત જમ ત્રાસ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી