આવજો વાલા આવજો, ફરી પાછા આવજો અમારે ઘેર વેલા આવજો ૧/૨

 

આવજો વાલા આવજો, ફરી પાછા આવજો, અમારે ઘેર વેલા આવજો, 
સંતો સાથે લાવજો, ભકતોને બોલાવજો, આવા અનેરા સુખ આપજો... ટેક.
માફ કરતા જાજો વાલા ભુલો મારી, જોઇએ તેવી નથી સેવા થઇ સારી, 
તમે રાજી થયાં છતાય મોરારી... વાલીડા અમારે૦ ૧
કરી નગણા શું નાથ દયા ભારી, અમે અજ્ઞાની જીવડા સંસારી, 
તોય અમ ઘેર આવ્યા અવતારી... વાલીડા અમારે૦ ૨
તારી દયા પ્રભુ જગથી છે ન્યારી, એમાં અક્કલ ના કામ કરે મારી, 
તમે રાખ્યા છે અમને સંભારી... વાલીડા અમારે૦ ૩
અમે નાના એવા જીવ નરનારી, નથી ધન-મન-બુદ્ધિ બહુ સારી, 
"જ્ઞાન" નિષ્ઠાથી રાજી સર્વોપરિ... વાલીડા અમારે૦ ૪

મૂળ પદ

આવજો વાલા આવજો, ફરી પાછા આવજો

મળતા રાગ

ખેંચુ તારા ગાલો

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી