વાલું વાલું લાગે છે તારું મુખ રે, જોઇ જોઇ અતિશે થાય છે સુખ રે ૨/૮

વાલું વાલું લાગે છે તારું મુખ રે,
જોઇ જોઇ અતિશે થાય છે સુખ રે...૧
અતિ રુડું શોભે છે ભાલ વિશાળ રે,
તેમાં રેખા નિરખી ઉપજે વાલ રે...૨
રૂડી તારી ભ્રકુટી ભાળીને નાથ રે,
વાલા મારું ચિત્ત ચોંટ્યું છે તે સાથ રે...૩
વાલા તારી આંખડલી અણિયાળી રે,
પ્યારી પ્યારી પાપણે તો હદવાળી રે...૪
નાસા જોઇ નેણાં મારા રહ્યાં મોહી રે,
કહે જ્ઞાન બેઠી છું હું ચિત્ત પ્રોઇ રે...૫

મૂળ પદ

વાલું લાગે મને મોહન તારું રુપ રે

મળતા રાગ

સર્વે સખી જીવન જોવાને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી