વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી૧/૨૩

 વંસી વજાડી ગિરધારી, વૃંદાવન, વંસી વજાડી ગિરધારી;
	અનુપમ શબ્દ ઉચ્ચારી...વૃંદાવન૦ ટેક.
શરદપુનમનો ચંદ્ર જોઈને રે, મન હરખ્યાં મોરારી...વૃંદા૦ ૧
	શબ્દ સુણીને ચૌદભુવનમાં રે, થકિત થયાં નરનારી...વૃંદા૦ ૨
ગોપીજનનું ગમતું કરવા રે, રસિયે રજનિ વધારી...વૃંદા૦ ૩
મુક્તાનંદ મોહનની લીલા રે, ન શકે વેદ વિચારી...વૃંદા૦ ૪ 
 

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

મળતા રાગ

હરિ હૈયાના હાર છો

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
નવલ સનેહી
Studio
Audio
0
0