બંસી સુણી વ્રજનારી, મગન થયા, બંસી સુણી વ્રજનારી, ૨/૨૩

પદ ર/૨૩ ૪૫૪
બંસી સુણી વ્રજનારી, મગન થયા, બંસી સુણી વ્રજનારી,
લોકની લાજ વિસારી. ટેક.
અવળાં આભૂષણ અંગે પેર્યા રે, અવળાં વસન તન ધારી. મગન ૧
જે જયાંથી તે ત્યાંથી ચાલી રે, ન રહી કોઇની વારી. મગન ર
મોહનવરને મળવા સારૂ રે, વિરહની તે વેદના ભારી. મગન ૩
મુક્તાનંદ કહે તિહાં ગોપી રે, જ્યાં હતા કુંજવિહારી. મગન ૪

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી