હરિમાં હેત તે પુણ્ય છે, બીજે પ્રેમ તે જાણો પાપ રે, સહુ પાપ તજીને પુણ્ય કરો ૪/૪

હરિમાં હેત તે પુણ્ય છે,
બીજે પ્રેમ તે જાણો પાપ રે, સહુ પાપ તજીને પુણ્ય કરો.. ૧
હરિ સહુના સાચા સ્નેહી છે,
જાણો સંત હરિ મા-બાપ રે...સહુ પાપ૦ ર
જાણો મહિમા શ્રીજી સંતનો,
રાખો મહિમાવાળાનો સંગ રે...સહુ પાપ૦ ૩
અવગુણીયાથી રહેજો આઘા,
એતો ટાળે સદા ઉમંગ રે...સહુ પાપ૦ ૪
જેવો સંગ કરો તેવા ગુણ આવે,
જેવો આહાર તેવો ઓડકાર રે...સહુ પાપ૦ ૫
જે જનને જેવા થાવું હોય,
તેણે તેવાથી કરવો પ્યાર રે...સહુ પાપ૦ ૬
જેવા સેવશો એવા થાશો તમે,
સંગ જબરો છે બળવાન રે...સહુ પાપ૦ ૭
જ્ઞાનજીવન સારો સંગ શોધી,
બહુ ભાવે ભજો ભગવાન રે...સહુ પાપ૦ ૮

મૂળ પદ

એક શ્રીહરિ મોક્ષના દાતા છે

મળતા રાગ

એક ઝાડ માથે ઝુમખડું

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી