મગન થયા મુરારી, વચન સુણી મગન થયા મુરારી;૫/૨૩

પદ પ/૨૩ ૪૫૭
મગન થયા મુરારી, વચન સુણી મગન થયા મુરારી;
રાસ રચ્યો સુખકારી. ટેક.
પ્રેમ પરિક્ષા પૂરણ કીધિ રે, હરિસંગ હેતમાં ન હારી. વચન ૧
વચ્ચે વચ્ચે વ્રજરાજ વિરાજે રે, બે પાસે વ્રજનારી. વચન ર
મોર મુગટ ધરી મોહન નાચે રે, થેઇ થેઇ શબ્દઉચ્ચારી. વચન ૩
મુક્તાનંદ મોહનની શોભા રે, નિરખી નિરખી જાઉં વારી. વચન ૪

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી