માનીની તાન મિલાવે, મોહનસંગ માનીની તાન મિલાવે, ૬/૨૩

પદ ૬/૨૩ ૪૫૮
માનીની તાન મિલાવે, મોહનસંગ માનીની તાન મિલાવે,
રાસમાં રંગ જમાવે. ટેક.
તાથેઇ તાથેઇ શબ્દ સુંણાવે રે, કોઇ નાચે કોઇ ગાવે. મોહન ૧
ઝળકે ઝાલ્ય ને ખળકે ચુડી રે, શોભા વર્ણવી ન જાવે. મોહન ર
અતિશે માન વઘ્યું અબળાને રે, કહેતાં તે પાર ન આવે. મોહન ૩
મુક્તાનંદ ગયા તજી ગિરધર રે, વનિતા વન વન ધાવે. મોહન ૪

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી