પુછતી ફરે છે વ્રજનારી, વનોવન પુછતી ફરે છે વ્રજનારી, ૭/૨૩

પદ ૭/૨૩ ૪૫૯
પુછતી ફરે છે વ્રજનારી, વનોવન પુછતી ફરે છે વ્રજનારી,
કોઇ દેખાડો સુખકારીરી. ટેક.
હે તુલસી હે જાય ચમેલી રે, તમે છો પ્રભુજીને પ્યારી. વનોવન ૧
હે ચંપક હે બકુળ કેતકી રે, પીડા તે ટાળજ્યો અમારી. વનોવન ર
વડ, પિંપળ, આંબાને પૂછે રે, દિઠડા દેવ મુરારી. વનોવન ૩
મુક્તાનંદ મોહનવર કેડે રે, ડોલતાં દેહ વિસારી. વનોવન ૪

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી