ઉન્મત્ત થઇ અલબેલી વાલમ વિના ઉન્મત્ત થઇ અલબેલી;૧૧/૨૩

પદ ૧૧/૨૩ ૪૬૩
 ઉન્મત્ત થઇ અલબેલી વાલમ વિના ઉન્મત્ત થઇ અલબેલી;
 દેહ દશાને મેલી.  ટેક.
 શ્યામ સુંદરનું ચિંતન કરતાંરે સઉની દશા થઇ છેલ્લી.  વાલમ ૧
 કોઇ થઇ કૃષ્ણ લલીત ગતી ચાલે રે, કોઇ પાડે તરૂને ઠેલી.  વાલમ ર
 વંશી વજાડી મેં મોહ પમાડયાં રે, પશુ પક્ષી વનવેલી.  વાલમ ૩
 મુક્તાનંદ કોઇ ગિરિ કર ધારે રે, કોઇ તો કરે છે જળ એલી.  વાલમ ૪ 

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી