પ્રેમ જોઇ પ્રગટ્યા મુરારી ગોવાળણિનો (ર) ઉમંગશું ઉઠી વ્રજનારી૧૩/૨૩

પદ ૧૩/૨૩ ૪૬૫
પ્રેમ જોઇ પ્રગટ્યા મુરારી ગોવાળણિનો (ર) ઉમંગશું ઉઠી વ્રજનારી. ટેક.
કોઇ સખી ચરણગ્રહી સુખ પામી રે, કોઇ ઉર પર કર ધારી. પ્રેમ ૧
કોઇ આલિંગન કરવા ધાંખે રે, કોઇ તો ચુંબન કરે પ્યારી. પ્રેમ ર
ભૃકુટી ચઢાવી રહી કોઇ ભામા રે, કોઇ રહી દેહ વિસારી. પ્રેમ ૩
મુક્તાનંદ નટવરની લીલા રે, નિરખી નિરખી બલિહારી. પ્રેમ ૪

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી