ગોપીકા મધ્ય ગિરિધારી શોભે છે ઘણા (ર) ચરણ સેવે છે વ્રજનારી.૧૪/૨૩

પદ ૧૪/૨૩ ૪૬૬
 
ગોપીકા મધ્ય ગિરિધારી શોભે છે ઘણા (ર) ચરણ સેવે છે વ્રજનારી.  ટેક.
જેમ તારામાં ચંદ વિરાજે રે, માનીનીમાં તેમ મુરારી.  શોભે ૧
ચરણગ્રહીને ચરણે શિર નામી રે, પુછિયા પ્રશ્ન વિચારી.  શોભે ર
શા માટે ન ભજો ભજતાંને રે, શી તકસીર અમારી.  શોભે ૩
મુક્તાનંદ કહે મર્મવચન સુણી રે, કામિનીને કહે સુખકારી.  શોભે ૪ 

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી