માનીનીને મહાસુખ દીધું કૃપા કરી (ર) અધર અમૃતપાન કીધું.૧૭/૨૩

પદ ૧૭/૨૩ ૪૬૯
માનીનીને મહાસુખ દીધું કૃપા કરી (ર) અધર અમૃતપાન કીધું. ટેક.
કોટિ કંદર્પનો દર્પ હરવાને રે, ભૂતલ ભોગીનું રૂપ લીધું. કૃપા ૧
સફળ મનોરથ કર્યા શ્યામળિયે રે, કામિનીનું કારજ સીધું. કૃપા ર
જાળવિયું જોબન હરિ સારૂં રે, પ્રેમે પાતળિયે પીધું. કૃપા ૩
મુક્તાનંદ વદન વિધુ જોઇને રે, શ્યામ થયા સુખસિંધુ. કૃપા ૪

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી