થકિત થયાં સર્વ નારી મોહનસંગ (ર) કેશ દુકુળ પડ્યાં ભારી.૧૮/૨૩

૪૦૩ પદ ૧૮/૨૩ ૪૭૦
થકિત થયાં સર્વ નારી મોહનસંગ (ર) કેશ દુકુળ પડ્યાં ભારી. ટેક.
રસિયો રણ સંગ્રામ ન છોડે રે, બ્રહ્મચર્ય વ્રતધારી. મોહન ૧
માનીનીના મુખ થકી શ્રમજળ લુંછે રે, રસિયો રસ વિહારી. મોહન ર
જુવતી સહીત જઇ જમુનામાં રે, શ્રમ નિવાર્યો સુખકારી. મોહન ૩
મુક્તાનંદ કરી જમુનામાં રે, જળક્રીડા મુરારી. મોહન ૪

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી