ગોવિંદની ગત ન્યારી સુણો નૃપ (ર) ભોગી થકા બ્રહ્મચારી૨૦/૨૩

પદ ર૦/૨૩ ૪૭૨
 
ગોવિંદની ગત ન્યારી સુણો નૃપ (ર) ભોગી થકા બ્રહ્મચારી.  ટેક.
જેમ પ્રતિબિંબ શું બાળક ખેલે રે, તેમ ગોપી શું ગિરધારી.  સુણો ૧
જેમ અગ્નિ શુભ અશુભ પ્રજાળે રે, તેમ વૃજરાજ વિહારી.  સુણો ર
દેખા દેખી કરે કોઇ પ્રાણી રે, નરક પડે નરનારી.  સુણો ૩
મુક્તાનંદ શુકે સમજાવી રે, ભેદ સકલ સુખકારી.  સુણો ૪ 

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી