રાસ સુણે જે નરનારી રસીલાજીનો (ર) તેને રીજે ગિરધારી૨૩/૨૩

પદ ર૩/૨૩ ૪૭૫
રાસ સુણે જે નરનારી રસીલાજીનો (ર) તેને રીજે ગિરધારી. ટેક.
પૂર્ણ બ્રહ્મની લીલા પ્રીતે રે, ગાય તે થાય બ્રહ્મચારી. રસીલા ૧
પાર કરવા પતીત જનને રે, કીધું ચરિત્ર સુખકારી. રસીલા ર
વૃન્દાવન વીલસ્યાં જે વહાલો રે, અકળ સ્વરૂપ અવતારી. રસીલા ૩
મુક્તાનંદ મહાદુઃખ વામે રે, પામે તે પ્રગટ મોરારી. રસીલા ૪

મૂળ પદ

વંસી વજાડી ગિરધારી વૃંદાવન, વંસી વજાડી ગિરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી