કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય ૧/૧૫

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય;
	કન્યા તે દેવા શ્રીકૃષ્ણને, આનંદ ઉર ન સમાય...૧
રૂકમૈયે તે જાણિયું, ઉર વ્યાપ્યો અતિશે કાળ;
	કન્યા ન આપું શ્રીકૃષ્ણને, એ છે ગાયો તણો રે ગોવાળ...૨
રૂકમૈયાનું મન મેલું ને, તેડાવ્યો શિશુપાળ;
	રૂકમણિએ તે ખબર જાણી, ને અંતર ઊઠી ઝાળ...૩
દૂર ઘણી દ્વારામતિ, રહ્યો લગ્ન વચ્ચે દિન એક;
	અંતરજામી આવજો, રાખજો મારી ટેક...૪
એવું તે કહીને કુંવરી, કરી કાગળ લખવા આશ;
	મુક્તાનંદ કહે માનની, થઈ જગત થકી રે ઉદાસ...૫
 

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
સમૂહગાન

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
1
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
રાજેશ પઢારીયા+જય ચાવડા+દર્શના ગાંધી

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

રાજેશ પઢારીયા (સ્વરકાર)
લગ્ન ગીતાવલિ
Studio
Audio
1
2