લઇને કાગળ વિપ્ર સીધાવ્યા, હરિની કરુણાથી દ્વારકાં આવ્યા૩/૧૫

પદ ૩/૧૫ ૪૭૮
લઇને કાગળ વિપ્ર સીધાવ્યા, હરિની કરુણાથી દ્વારકાં આવ્યા. ૧
દેખી દ્વારકાં મહાસુખધામ, જેના રાજા છે સુંદર શ્યામ. ર
વ્હાલો વિપ્રને આવતા જાણી, ઉઠયા સન્મુખ સારંગપાણી. ૩
પુછી ક્ષેમને કાગળ લીધો, વાંચી પત્ર હૈયે દ્રઢ કીધો. ૪
પૂજયા વિપ્રને દઇ ઘણું માન, જાવા તૈયાર થયા ભગવાન. પ
સાથે વિપ્રને રથમાં બેસારી, ચાલ્યા કુંદનપુર શ્રીમોરારી. ૬
એવા ભકતવત્સલ ગિરધારી, જાય મુક્તાનંદ બલિહારી. ૭

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0