શ્રી કૃષ્ણ પરણ્યાં રૂકમણીને, આવ્યા તે નગર મોઝાર;૧૧/૧૫

પદ ૧૧/૧૫ ૪૮૬
શ્રીકૃષ્ણ પરણ્યાં રૂકમણીને, આવ્યા તે નગર મોઝાર;
જેણે એ વિવા નીરખ્યો, તેનાં પુણ્યતણો નહિ પાર. ૧
પ્રેમેસું માતાએ પોંખીઆ, જગજીવન જગદાધાર;
લીયે ઉમંગે શ્યામનાં, વારણાં વારમવાર. ર
પુરવાસી સહુ પ્રેમશું, નિરખતાં નટવર નાથ;
જન્મ સુફળ કરી જાણીયો, મહાસુખી થયો સર્વ સાથ. ૩
રૂક્મિણીએ જે ધારીયું, તે સાચું કીધું શ્યામ;
ભકતજનનાં લાડ પાળે, એવા છે કરુણાના ધામ. ૪
અધમ જન ઉદ્ધારવા, થયા મનુષ્ય રૂપ મહારાજ;
પાવન જશ વિસ્તારીઓ, સુણતાં તે સીજે કાજ. પ
નરનારી જે રૂક્મિણીનો, વિવાહ, શિખે ને ગાય;
તેને તે રીઝે શ્રીહરિ, સર્વે પાતક પ્રલય થાય. ૬
શેષજી પાર ન પામીયા; કહેતાં તે હરિજશ સાર,
તોય તેના ગુણ ગાવતાં, જાણીને અધમ ઉદ્ધાર. ૭
મુક્તાનંદ કહે મહાપ્રભુની; અચળ જુગ જુગ જોડ;
શ્રોતા જન જે સાંભળો, તે બોલો જય રણછોડ. ૮

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી