અવિદ્યા છે નકટી નાર્ય, પ્રભુથી પાછી ભાગે જો, ૧૨/૧૫

 પદ ૧ર/૧૫ ૪૮૭

અથ ફટાણાના ધોળ
અવિદ્યા છે નકટી નાર્ય, પ્રભુથી પાછી ભાગે જો,
એનું કહ્યું કરે તેને સાથ, જમનું લારૂ લાગે                  જો. ૧
જમનું છે જબરું જોર, મારશે મોઢુ બાંધિ જો;
બોલો છો ફાટ્યા બોલ, આવડી શું આવી આંધિ           જો. ર
બુડી મરો લાગે છે લાજ, વેણ શું વાંકા કાઢો જો,
પ્રભુ વિના કાઢે જો બોલ જીભડીને ઘસી વાઢો             જો. ૩
હરિ ભજે લાગે છે લાજ, કુડમાં કેવા રાજી જો,
મુક્તાનંદ કે' મૂરખ લોક, પાધરાં દિસે પાજી               જો. ૪
 

મૂળ પદ

કુંદનપુર વિવાહ રચ્યો, સુણી ભૂપતિ ભીમકરાય

મળતા રાગ

ધોળ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી