પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારું રે ૧/૧૦

પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારું રે;
	નખશિખ શોભા નિરખી નાથની, કોટિક કામ છબી વારું રે	...પ્રાત:૦ ૧
ચરણકમળની શોભા જોઈને, મોહી રહ્યું છે મન મારું રે;
	સોળે ચિહ્ન સહિત કુચકુંકુમ, અંકિત પલ ન વિસારું રે	...પ્રાત:૦ ૨
જમણે ચરણે નખની કાંતિ, ચિહ્ન સહિત ઘણું શોભે રે;
	જુગલ ચરણ નખ મંડળ જોતાં, ભક્તતણાં મન લોભે રે	...પ્રાત:૦ ૩
જાનુ જંઘા ઉદર અનુપમ, ત્રિવળી સહિત વિરાજે રે;
	ઊંડી નાભી અજનું કારણ, સુંદર અતિશે છાજે રે		...પ્રાત:૦ ૪
મોર મુગટ મકરાકૃત કુંડળ, ભ્રકુટિ ભાલ વિશાળ રે;
	મુક્તાનંદ કહે કર લટકાં, કરતા દીનદયાળ રે		...પ્રાત:૦ ૫
 

મૂળ પદ

પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારૂં રે;

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીચરણદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Live
Audio
0
0