માગું દર્શન તારૂં નિશદિન રે આશ અમારી તવ મૂર્તિ અંતર ધારૂં રે ...૨/૧૧

માગું દર્શન તારૂં નિશદિન રે.. એક જ આશ અમારી..
તવ મૂર્તિ અંતર ધારૂં રે.... એક જ આશ અમારી..
ગુણગાન કરૂં નિત તારાં, રહે અંતરમાં અજવાળાં,
ટળે માયાના અંધારારે.. એક જ આશ અમારી..
ત્રિવિધિ તાપને હરજો, સુખ શાંતિ ચિત્તમાં ભરજો,
આ વિનતિ ઉરમાં ધરજો રે... એક જ આશ અમારી..
વિનવું છું વિશ્વવિહારી, અવતાર તણાં અવતારી,
ઘનશ્યામ પ્રભુ સુખકારી રે, ...એક જ આશ અમારી..
મુજ હ્રદય મંદિરે માવા, રહેજો આવાને આવા,
મનમોહન નહીં દઉં જાવારે... એક જ આશ અમારી..
માગું દર્શન આપનું, એકજ છે અભિલાષ
મનમોહન મૂકાવજો, માયા કેરા પાશ....
સં 2005 ના પોષ શુદ – 4 સોમવાર.

મૂળ પદ

શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે

મળતા રાગ

જમોને જમાડુ રે જીવન મારા

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી