બહુનામી તમે બોલ દઇને, કેમ મારે મંદિર નાવ્યા રે, ૬/૧૦

પદ ૬/૧૦ ૪૯૬
બહુનામી તમે બોલ દઇને, કેમ મારે મંદિર નાવ્યા રે,
ભુલ્યા ભવન કે ભૂધરજી કોઇ, ભામનિયે ભરમાવ્યા રે. ટેક.
ચાંદલીયો ઉગ્યો ત્યાં સુધી, વાટ જોઇ મેં વાલા રે;
કુસુમની સેજ સુની રહી મારી, ન ઘટે એમ નંદલાલા રે. બહુનામી ૧
સજી શણગાર રહી હું જોતિ, કાન કેણે વિલમાવ્યા રે;
સાચું કહો શ્યામળીયા વાલા, રજની ક્યા રમી આવ્યા રે. બહુનામી ર
મુજથી બીક ન રાખો બળવંત, હું છું દાસી તમારી રે;
મુક્તાનંદ કહે જે સંગ જાગ્યા, ધન્ય ધન્ય તે વ્રજનારી રે. બહુનામી ૩

મૂળ પદ

પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારૂં રે;

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શાર્દુલ ભગત

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0