શ્યામ સુંદર તમે કેમ કરી રીઝો, તે મુજને કહી દાખો રે;૭/૧૦

શ્યામસુંદર તમે કેમ કરી રીઝો, તે મુજને કહી દાખો રે;
	તે હું માનીશ મન કર્મ વચને, અંતર રંચ મ રાખો રે		-શ્યામ૦ ૧
જે ગુણ ગ્રહી તમને રીઝવે, બડભાગી કોઈ નારી રે;
	તે ગુણ ગ્રહી હું તમને સેવું, નટવર કુંજવિહારી રે		-શ્યામ૦ ૨
સજી શણગાર સુભગ તન ગોરે, ગુણ રાખે અતિ ગેરો રે;
	જ્યાં લગી પિયુડો હસી ન બોલાવે, આભૂષણ સર્વે ડેરો રે	-શ્યામ૦ ૩
તે માટે હું તમને પૂછું, કરુણાનિધિ કહો સાચું રે;
	મુક્તાનંદ કહે તમે ન રીઝયા, ત્યાં સુધી સર્વે કાચું રે		-શ્યામ૦ ૪
 

મૂળ પદ

પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારૂં રે;

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

કીર્તનપ્રિય (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
55
0