મોહનજીનું મુખડું જોતાં, મોહી રહ્યું મન મારૂં રે;૯/૧૦

પદ ૯/૧૦ ૪૯૯
મોહનજીનું મુખડું જોતાં, મોહી રહ્યું મન મારૂં રે;
એક પલક મુને એ વિના, બીજે કયાય ન લાગે સારૂં રે. ટેક.
નટવર નાગર સુખના સાગર, જ્યારે વનમાં જાય રે;
થોડા જળમાં મીનતણી પેર્ય, પળ જુગ જેવી થાય રે. મોહનજીનું ૧
સાંજ સમે શ્યામળીયો વાલો, વન થકી વ્રજમાં આવે રે;
વાંસલડી વાતા ગો રજના, ભરિયા મન ઘણું ભાવે રે. મોહનજીનું ર
દિનનો તાપ દરશથી વિત્યો, અતિશે આનંદ પામી રે;
મુક્તાનંદ કહે મુજપર અઢળક, ઢળિયા અંતરજામી રે. મોહનજીનું ૩

મૂળ પદ

પ્રાત: સમે શ્રીપુરુષોત્તમની, મૂર્તિ મનમાં સંભારૂં રે;

મળતા રાગ

ભૈરવ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
બાંસુરી બજાઇ કાના
Studio
Audio
0
0