વિશ્વેશ્વર વિધિ વિધાતારે, એકજ શરણ તમારૂં છો સકળ જગતના ત્રાતારે, ૩/૧૧

વિશ્વેશ્વર વિધિ વિધાતારે, એકજ શરણ તમારૂં,
છો સકળ જગતના ત્રાતારે, એકજ શરણ તમારૂં,
દુ:ખ પાળું આ સંસારે, પ્રભુ તેથી તું જ ઉગારે,
આવોને વ્હાલા વ્હાંરે રે, .... એકજ શરણ તમારૂં
વસમી વેળાને જોઇ, મેં ધીરજ સઘળી ખોઇ,
આ જીવન વિતાવું રોઇ રે... એકજ શરણ તમારૂં
વ્હાલા સહજાનંદ સ્વામી, આવોને અંતરજામી,
તમે અક્ષરધામના ધામીરે...... એકજ શરણ તમારૂં
પ્રભુ સૃષ્ટિના સૃજનારા, કરૂં વંદન વારંવારા,
મનમોહન પ્રાણ આધારા રે, , , એકજ શરણ તમારૂં
વિશ્વેશ્વર છો વિશ્વના, વિધાતા ઘનશ્યામ,
મનમોહન મનહર પ્રભુ, શરણે રાખો શ્યામ..
સં. 2005 – પોષ શુદ – 5 – મંગળવાર

મૂળ પદ

શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે

મળતા રાગ

જમોને જમાડુ રે જીવન મારા

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી