મારૂં હ્રદય રહે છે બળતું રે, આવા તાપ શમાવો માયાની જાળે સળગતું રે ..૫/૧૧

મારૂં હ્રદય રહે છે બળતું રે, આવા તાપ શમાવો,
માયાની જાળે સળગતું રે.... આવો તાપ શમાવો
પ્રભુ તાપ તપે છે ત્યારે, અદભુત માયાની જાળે,
અકળાવે છે વારે વારે રે... .... આવો તાપ શમાવો
નથી રહેતી ધીરજ હૈયે, તમને શું જાજુ કહીયે,
બળતાને ઉગારી લઇએરે.... આવો તાપ શમાવો
મને નાથ હશે શું થાતું હવે મુખથી નહીં કહેવાવું,
સઘળું તમને સમજાતું રે.... આવો તાપ શમાવો
તમે દીન દયાળ કહાવો, હવે નાથ વધુ નહીં તાવો,
મનમોહન શું તલસાવો રે.... આવો તાપ શમાવો
આવો તાપ શમાવવા, અંતરના આરામ,
શું તલસાવો શામળા, મનમોહન ઘનશ્યામ.
સં – 2005 – પોષ – વદ – 3 ને સોમવાર

મૂળ પદ

શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે

મળતા રાગ

જમોને જમાડુ રે જીવન મારા

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી