કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે;૧/૪

પદ ૧/૪ ૫૪૬ રાગ : બિલાવર

શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે – એ રાગ
 કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે;
 નેણું કેરે બાણે મારી કાન ધુતારે રે.  ટેક.
 સાન કરીને શ્યામળે મુજ સામું જોયુ રે;
 ચોટ લગાડી ચિત્તમાં રસબાણ પ્રોયુ રે.  નેણું ૧
 ઘાયલ થઇને ઘર સુધી, પહોતી પરાંણે રે;
 જેવી છે વિરહની વેદના મારૂ મન જાણે રે.  નેણું ર
 અંગમાં વાધિ આપદા, ભોજન ન ભાવે રે;
 રજની વીતે ઝુરતાં, નિદ્રા ન આવે રે.  નેણું ૩
 મન માન્યું નંદલાલ શું, બીજી ભ્રમણા ભાગી રે;
 મુક્તાનંદ કહે માવશું, મને લગની લાગી રે;  નેણું ૪

મૂળ પદ

કાન ધુતારે રે, બેની મને કાન ધુતારે રે;

મળતા રાગ

શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી