મારું મન મોહ્યું રે નંદલાલ૧/૪

પદ ૧/૪ ૫૫૦
રાગ : રામકલી
મારું મન મોહ્યું રે નંદલાલ. (ર) ટેક.
રસિક છેલવર રૂપ ઉજાગર, અંબુજ નયન વિશાળ. મારું ૧
મોહનવર મને મોહની લગાડી, કરી કરી નૌતમ ખ્યાલ. મારું ર
મર્માળે મને મર્મ જણાવી, વચને વધારી ઘણી વા'લ. મારું ૩
મુક્તાનંદનો નાથ નવલ પિયા, નિરખીને થઇ છું નિહાલ. મારું ૪

મૂળ પદ

મારું મન મોહ્યું રે નંદલાલ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી