સદભાગ્ય સમજવાં સૌએ નિજના, સત્સંગી સુકુમાર ૧/૨

સદભાગ્ય સમજવાં સૌએ નિજના, સત્સંગી સુકુમાર
મળ્યો અવતાર, માનવ દેહ તણો આ વાર – ટેક .
ભાવધરી નિશદિન પ્રેમેથી, ભજવા ધર્મકુમાર,
અંતકાળ વિચાર કરી નિત, રટવા સરજનહાર - મળ્યો અવતાર
એક ઘડી મનવા મૂકી દઇ માયિક સૌ જંજાળ,
સ્નેહ સહિત સહજાનંદ પ્યારા, ભજવા દીનદયાળ - મળ્યો અવતાર
અંતકાળ સમયે આવીને, લેશે રૂડી સાર,
જુલ્મી જાળ જમદૂતો કેરી, નાસે તારોતાર - મળ્યો અવતાર
જન્મ મરણ દૂ:ખ ગર્ભવાસના, સ્હેજે એ હરનાર,
મનમોહન ઘનશ્યામ પ્રભુને, ભજતાં બેડો પાર - મળ્યો અવતાર


મૂળ પદ

સદભાગ્ય સમજવાં સૌએ નિજના, સત્સંગી સુકુમાર

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
કાંતિભગત

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0