મારે મંદિર આવ્યા માવજી રે, જમવા જીવનપ્રાણ; ૧/૧

પદ ૩/૩ ૫૭૪
રાગ : ગરબી થાળ
મારે મંદિર આવ્યા માવજી રે, જમવા જીવનપ્રાણ;
મેં તો પ્રેમ ઘણે પધરાવિયા રે, સુંદર શ્યામ સુજાણ. ૧
પૂજા કીધી મેં પ્રેમશું રે અંગે ઘણો ઉમંગ;
જોતાં રસિયાજીના રૂપને રે, રાચી એને રંગ. ર
મેં તો ભોજનીયાં બહુ ભાતના રે, પીરસ્યો પૂરણ થાળ;
ધર્યો શ્યામ સલૂણા આગળે રે, હસિયા દીન દયાળ. ૩
મને ભુખ ઘણી છે ભામની રે, તે માટે તતકાળ;
તમે પ્રેમ ઘણે કરી પ્રમદારે, લાવ્યાં અન્ન રસાળ. ૪
આજ તો ભાવ વધ્યો છે ભામની રે, જમવા તારે હાથ;
એવું કહીને આનંદ પામીયા રે, જાણ ઘણા જદુનાથ. પ
ભાવે ભોજન ચાર પ્રકારના રે, શાક પાક બહુ અન્ન;
મારે હાથ જમ્યા છે માવજી રે, ટાઢું થયું તન. ૬
મેં તો છપ્પન ભોજન સૂચવી રે, જમાડ્યા જદુરાય;
પ્રેમે પાન બીડી દઇ મુખમાં રે, લાગી હરિને પાય. ૭
વાલે હાસ કરી હસાવિયા રે, સુંદર કરી સંવાદ;
આપ્યો મુક્તાનંદને પ્રેમશું રે, થાળ ભરી પ્રસાદ. ૮

મૂળ પદ

મારે મંદિર આવ્યા માવજી રે, જમવા જીવનપ્રાણ

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી