આરતી કરન જોગ્ય અવતારી, હરિકૃષ્ણ પ્રભુ ભવભય હારી.૪/૪

પદ ૪/૪ ૫૭૮

 આરતી કરન જોગ્ય અવતારી, હરિકૃષ્ણ પ્રભુ ભવભય હારી.  ટેક.
 પ્રથમ મચ્છવપુ ધાર્યો મુરારી, વેદલાએ શંખાસુર મારી.  આરતી ૧
 દ્વિતિય ક્રમઠ વપુકીન અઘારી પીઠ ધર્યો મંદર ગિરિભારી.  આરતી ર
 વપુ વારાહ તૃતીય પ્રભુ ધાર્યો, પ્રબલ દૈત્ય હિરણાક્ષ સંહાર્યો.  આરતી ૩
 ચોથો નૃસિંહ રૂપ ધરી દેવા, હિરણ્યકશિપુ માર્યો તતખેવા.  આરતી ૪
 પંચમ વામન વપુ સુરકાજા, બલી છલી કીન સુતલકો રાજા.  આરતી પ
 છઠમાં પરશુરામ અવતારા, હર્યો એકીસવાર ભૂભારા.  આરતી ૬
 સાતમે રઘુપતિ રૂપ દયાળા, ભૂકો ભાર હર્યો તતકાલા.  આરતી ૭
 આઠમે રઘુપતિ રૂપ અવિનાશી, શોભાધામ સુખદ ગુનરાશિ.  આરતી ૮
 નવમ શ્રીબુદ્ધ દયાનિધિ જોઇ, અસુર મતિકું મોહપ્રદ સોઇ.  આરતી ૯
 કલ્કીરૂપ ધરી હે જગ સ્વામી, મુક્તાનંદકે અંતર જામી.  આરતી ૧૦

મૂળ પદ

આરતી કીજે સદા સુખકારી, શ્રીનારાયણ પ્રભુ ઉરધારી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી