તમે માત પિતા છો પ્યારારે, બાળક અમે તમારા સમજુને ઓશીયાળા રે ..૬/૧૧

તમે માત પિતા છો પ્યારારે, બાળક અમે તમારા,
અણ સમજુને ઓશીયાળા રે.....બાળક અમે તમારા,
અથડાતાં રોતા આવે, શું દુ:ખ થયું તે કહાવે,
મા બાપ સહુ મિટાવે રે, .....બાળક અમે તમારા,
ગમતું તે સઘળું આપે, નિજ બાળકનાં દુ:ખ કાપે,
હ્રદયે રાખીને ચાપેરે, ...બાળક અમે તમારા,
પ્રભુ અમને પ્રેમે પોષો, બાળકના દોષ ન જોશો,
આવો અમને સંતોષો રે, ...બાળક અમે તમારા,
છે આશરો એક તમારો, પ્રભુ સફળ કરો જન્મારો,
મનમોહન જન્મ સુધારો રે, .....બાળક અમે તમારા,
માતપિતા પ્યારા તમે, બાળક અમે અજાણ,
મનમોહન બાળકતણાં, પાળક ચતુર સુજાણ,
સં – 2005 – પોષ – વદ – 4 – મંગળવાર...

મૂળ પદ

શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી