જયદેવ જયદેવ, જયશંકર સ્વામી, જયશંકર સ્વામી;૧/૨

પદ ૧/૨ ૫૮૪
શિવજીની આરતી
 
જયદેવ જયદેવ, જયશંકર સ્વામી, જયશંકર સ્વામી;આરતી પ્રેમે ઉતારું (ર) ચરણે શિષનામી. ટેક.
નીલકંઠ નરનાયક કરુણાનિધિ કાવો. (ર)ભોલા થઇ ભકતોને (ર) ભક્તિ ઉપજાવો. જયદેવ ૧
કામતણો મદગંજન કરતા વનવાસી. (ર)મહામુનિ ચરણ ઉપાસે (ર) સાચા સંન્યાસી. જયદેવ ર
ઉજવલ અંગ વિભૂતિ શિર જટા ધારી. (ર)ચરણ કમલ મુનિ સેવે (ર) નૈષ્ઠિક બ્રહ્મચારી. જયદેવ ૩
ત્રિગુણાત્મક વપુ તારું એક કરી ધ્યાવે. (ર)મુક્તાનંદ કહે તે નર (ર) ગરભવાસ નાવે. જયદેવ ૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ, જયશંકર સ્‍વામી, જયશંકર સ્‍વામી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી