જયદેવ જયદેવ, જય શિવ સુખકારી જય શિવ સુખકારી;૨/૨

પદ ર/૨ ૫૮૫
 
જયદેવ જયદેવ, જય શિવ સુખકારી જય શિવ સુખકારી;આરતી પ્રેમે ઉતારું (ર) તન ધન બલિહારી.  ટેક.
ગંગાધર ગૌરીવર ત્રંબક ત્રિપુરારિ. (ર)શિશ જટા છબી શોભે (ર) વ્યાઘ્રાંબર ધારી.  જયદેવ ૧
વૃષભારૂઢ બિરાજો કર ત્રિશુલ લઇને. (ર)સેવક સંકટ હર હર (ર) વાંછિત વર દઇને.  જયદેવ ર
ભાંગ ધતુરા ભક્ષણ રૂંઢ ગલે રાજે. (ર)વ્યાલ વિભૂષણ વિષધર (ર) કર ડમરૂં વાજે.  જયદેવ ૩
નીલકંઠનું નિશદિન જે સુમરણ કરશે. (ર)મુક્તાનંદ કહે તે જન (ર) શિવગણ થઇ ફરશે.  જયદેવ ૪ 

મૂળ પદ

જયદેવ જયદેવ, જયશંકર સ્‍વામી, જયશંકર સ્‍વામી;

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી