પ્રાણથી પ્યારો રે મુને પ્રાણથી પ્યારો૫/૫

પદ પ/૫ ૫૯૮
પ્રાણથી પ્યારો રે મુને પ્રાણથી પ્યારો;
સખી નંદજીનો લાલો મુને પ્રાણથી પ્યારો. ટેક.
નેણું કેરે બાણે વિંધ્યો જીવલડો મારો;
મુને તે દિનથી સંસાર સઘળો લાગે છે ખારો. પ્રાણથી ૧
સગા ને સબંધિ મુજને દે છે સૌ ડારો;
મારે શિર સાટાની ભક્તિ લોક કૈ કૈને હારો. પ્રાણથી ર
મારૂં મનમોહનસંગ માન્યુ તજી જુઠ પસારો;
સિંહ પડે સો લાંધણ તોય ન કરે ખડ ચારો. પ્રાણથી ૩
મારા જીવ સંગાથે જડીયો નાગર નંદદુલારો;
મુક્તાનંદ કે છેલ છબીલો ના મેલુ ન્યારો. પ્રાણથી ૪

મૂળ પદ

આજની ઘડી રે ધન્ય આજની ઘડી,

મળતા રાગ

ગોડી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી