તમે ઉદ્યમ કરજો કાંઇ રે, મળશે સુખ અમૂલું તમે કરો કંઇક કમાઇ રે ..૧૧/૧૧

તમે ઉદ્યમ કરજો કાંઇ રે, મળશે સુખ અમૂલું ,

તમે કરો કંઇક કમાઇ રે........ મળશે સુખ

ઉદ્યમથી સઘળું મળતું, દુ:ખ જાયે સર્વે ટળતું,

ઉદ્યમથી સહુ સુધરતું રે........ મળશે સુખ

ઉદ્યમ સન્માન કરે છે, અપમાન બધાને હરે છે,

ઉદ્યમથી ગરજ સરે છે રે........ મળશે સુખ

ઉદ્યમ વીણ મોઢું કાળું, રહે જીવન માં અંધારૂ,

ઉદ્યમથી તો અજવાળું રે........ મળશે સુખ

ઉદ્યમથી અઢળક આવે, નહીં કોઇ દરિદ્રી રહાવે,

મનમોહન એમ કહાવે રે........ મળશે સુખ

ઉદ્યમ એવો આદર્શ, મેળવવા જગરાય

મનમોહન પ્રભુ નામનાં, જાય જ્યો ચિત્તમાંય

સં. 2005 - મહા - વદ - 9 સોમવાર

મૂળ પદ

શ્રી હરિ સ્નેહી મારા રે, તારે ભરોંસે

રચયિતા

મનમોહન

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી