દિન દયાલ ભકત હિતકારી, ૩/૪

પદ ૩/૪ ૬૯૧
દિન દયાલ ભકત હિતકારી, રસિક સુંદર હું તો શરણ તુમારી. ટેક.
આશરો તમારો મેલી અળગી ન જાઉં,
અમૃત તજીને હવે હું તો વિષ નહિ ખાઉ. દિન ૧
નરકના કુંડ જેવા નર સઉં જાણી,
તમ સંગ પ્રીત કીધી સારંગપાણી. દિન ર
અચલ થઇ છે મારી મતી તમ સંગે,
મુક્તાનંદના નાથ હું તો રાચી તોરે રંગે. દિન ૩

મૂળ પદ

નયણુની આગે મારા નાથજી રેજ્યો,

રચયિતા

મુક્તાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી