સાંભળ બેની હરિ રીઝયાની રીતડી, મોહનવરને માન સંગાથે વેર જો ૨/૪

સાંભળ બેની હરિ રીઝયાની રીતડી,
મોહનવરને માન સંગાથે વેર જો;
	સાધન સર્વે માન બગાડે પળ વિષે,
	જેમ ભળિયું પયસાકરમાં અહિ ઝેર જો-સાંભળ૦ ૧
દાસી થઈ તું રહેજે દીનદયાળની,
નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો;
	ભવ બ્રહ્માદિકને નિશ્ચે મળતી નથી,
	પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો-સાંભળ૦ ૨
પ્રીત કરે પુરુષોત્તમ સાથે નિત્ય નવી,
દાઝીશ મા દેખી કેનું સન્માન જો;
	મુક્તાનંદનો નાથ મગન થઈ સેવજો,
	તો રીઝે રસિયો સુંદરવર કહાન જો-સાંભળ૦ ૩
 

મૂળ પદ

મોહનને ગમવાને ઇચ્છો માનની

મળતા રાગ

ગરબી

રચયિતા

મુક્તાનંદ સ્વામી

વિવેચન

ભાવાર્થઃ- મુક્તાનંદસ્વામી સ્પષ્ટ રીતે બેનીને ઉદ્દેશીને હરિને રાજી કરવાની રીત આ પદમાં બતાવે છે. ભગવાનને હંમેશાંને માટે માન સંગાથે વેર છે. જેમ સુંદર મજાના કઢેલા દૂધમાં સર્પની લાળ પડતાં ઝેર બની જાય છે. તેમ મોહનવરને મળવા માટેના સાધકના સાધનમાં માનરૂપ વિષ ભળતા સાધન માત્ર શૂન્ય બની જાય છે. II ૧ II હે બેની! આ દિનદયાળની દાસી બનીને રહેવામાં જ માલ છે. આ પ્રગટ પુરુષોત્તમનારાયણની સમીપે રહીને નીચામાં નીચી સેવા મલે તો પણ મહદ્ ભાગ્ય માનજે. ભવ-બ્રહ્માદિક દેવોને પણ આ સર્વોપરી સહજાનંદસ્વામીની પાસે બેસવાની જગ્યા પણ મળતી નથી II ૨ II ‘નિત નઈ સો નઈ’ એ ન્યાયે હંમેશા નવીન પ્રીત આ પુરુષોત્તમ સાથે કરવી. હે બેની! કોઈનું સન્માન થતું જોઈને ઠાલેઠાલું અંતર બાળવું નહીં. માન, મત્સર, ઈર્ષા, ક્રોધ અને અદેખાઈનો સર્વથા ત્યાગ કરી આનંદપૂર્વક આ અવિનાશીની સેવા કરવામાં આવે તો જ આ ભગવાન રાજી થાય. II ૩ II આ કીર્તનમાં સ્વામીએ ભક્તનાં સંબોધન માટે ‘બેની’ શબ્દનો પ્રયોગ કર્યો છે. કારણ કે ઉત્પત્તિના બીજા પ્રસંગના આધારે નિર્વિકલ્પાનંદને ઉદ્દેશીને જ આ કીર્તન બનાવ્યું હોય એમ માનવું એ વધુ બંધબેસતું લાગે છે. રહસ્યઃ- પદ પ્રાસાદિક અને સુગેય છે. એનો ઢાળ ઉપરોક્ત પદ પ્રમાણે છે. ‘પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો’ જેવી ઉક્તિમાં કેવી અંગત વાત કાવ્યાત્મક્તાથી રજૂ થઈ છે તે જાણવા જેવી છે. સ્વામીએ સ્વઅંગની વાત સરળ રીતે રજૂ કરી છે. પ્રાસાંતે, ‘જો’ શબ્દની પુનરોક્તિ કવિના કાવ્યમાં કળશ ચડાવે છે.

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૪
Studio
Audio
9
7
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ગુરુરાજ શ્રી મુક્તાનંદ સ્વામી
Studio
Audio
6
3